Gujarat

મહુવાના બંદર રોડ પર બે બાઈક અથડાતા યુવાનનું મોત

By GS TEAM
25 Jun 20251 min read
મહુવાના બંદર રોડ પર બે બાઈક અથડાતા યુવાનનું મોત

- મૃતકના ભાઈએ બાઇક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

- બે ભાઈઓ બાઈક લઈને બંદર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : મહુવાના બંદર રોડ પર બે બાઈક સામસામી અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું.

મહુવાના ભવાની રોડ પરના ખારાંના જાપા પાસે રહેતા રવિભાઈ હરેશભાઈ ભીલ (ઉ.વ ૨૦)અને કાકાનો દિકરો ચિરાગ ગોપાલભાઈ બંને મોટરસાયકલ નંબર જીજે.૦૪.ઈએન.૯૭૪૮ લઈને બંદરે જતા હતા તે દરમિયાન બંદર રોડ પર સામેથી આવી રહેલા બાઇક ચાલકે પોતાનું વાહન  રવિભાઈના બાઈક સાથે અથડાવી દેતા બંને ભાઈઓને ગંભીર ઇજા પહોંચી હતી. બન્નેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મહુવાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યા રવિભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ  અંગે મૃતકના મોટાભાઈ પિયુષભાઈએ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.