Get The App

બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું 1 - image

- વાસદ-બગોદરા સિક્સલેન હાઇવે પરના

- યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો, પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી

આણંદ : વાસદ-બગોદરા સિક્સલેન હાઇવે ઉપર આવેલા બોરસદના બોદાલ ગામની સીમમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક ખેતમજૂરને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

બોરસદ તાલુકાના બોદાલ ગામે રહેતા મહેન્દ્રભાઈ છગનભાઈ ચાવડાનો ભત્રીજો દીપકભાઈ ગોતાભાઈ ચાવડા (ઉં. વ. ૩૮) શુક્રવારની સાંજના ખેત મજૂરી કરી બોદાલ ગામની સીમમાંથી પસાર થતા વાસદ-બગોદરા સિક્સલેન હાઈવે ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન બગોદરા તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલી એક કારે યુવાનને ટક્કર મારતા તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં ૧૦૮ની ટીમે દીપક ચાવડાને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે મહેન્દ્રભાઈ ચાવડા ની ફરિયાદ ના આધારે કારચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે