નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત

- મૃતકના ભાણિયાએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- બન્ને મિત્ર માઢિયા ગામે ગાડી ખાલી કરવાની મજૂરી કરી ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
નારી ગામે આવેલો મઢુલી પાસે રહેતા વિજયભાઈ ધનજીભાઈ ખોખાણીના મામા રવીભાઈ બટુકભાઈ બારૈયા તથા તેમના મિત્ર સુનિલભાઈ ભરતભાઈ ગોહીલ બન્ને મોટરસાયકલ જીજે-૦૪-ઇએલ-૧૪૯૧ લઇ સનેસથી ગાડી ખાલી કરવાની મજુરી પુરી કરી ભાવનગર પરત આવતા હતા. તે દરમિયાન માઢીયાથી ભાવનગર તરફ આવતા રોડ ઉપર નારી ગામ મોમાઈ માતાના મંદીર પાસે પહોંચતા પાછળથી આવતા ટ્રક ૨જી નંબર જીજે-૧૨-એડબલ્યુ-૧૪૮૪ના ચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે અને બેફીકરાઈથી ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તેમ ચલાવી બાઈક સાથે પાછળથી ભટકાડી રવિભાઈ બટુકભાઈ બારેયાને માથામાં ગંભીક ઇજા કરી સ્થળ ઉપર મોત નીપજાવી દીધું હતુ. તેમજ તેમની પાછળ બેઠેલા સુનીલભાઈ ભરતભાઈ ગોહીલને ડાબા હાથે તેમજ શરીરે ગંભીર ઇજાઓ કરી તેનો ટ્રક સ્થળ ઉપર મુકી નાસી છૂટયો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના ભાણિયા વિજયભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








