Gujarat

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત

By GS TEAM
18 Nov 20251 min read
સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત

- મૃતકના કાકાએ ટેન્કર ચાલક વિરૂધ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી

- યુવાન બાઈક લઈને હીરા ઘસવા માટે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

સિહોર : સિહોર ભાવનગર રોડ પર આવેલ હોટલ નજીક  દૂધનું ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત નીપજ્યું હતું.

સિહોરના ભોળાદ ગામે રહેતા સેફાભાઈ મીઠાભાઈ કોતરના ભત્રીજા ચેતનભાઇ બાલાભાઈ કોતર ( ઉ.વ ૧૯ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઇડી ૯૦૬૨ લઈને હીરા ઘસવા માટે સિહોરથી ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન સિહોર ભાવનગર રોડ પર આવેલ હોટલ નજીક સામે થી આવી રહેલ દૂધનું ટેન્કર નંબર જીજે ૦૨ ઝેડઝેડ ૯૨૩૮ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દીધું હતું.ચેતનભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં યુવાનનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના કાકા સેફાભાઈએ ટેન્કર ચાલક વિરૂધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.