Get The App

જામનગર નજીક મુંગણી ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનોને બાઈક ચાલકે હડફેટેમાં લઈ લેતાં એક યુવાનનું મૃત્યુ: અન્ય એક ને ઇજા

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક મુંગણી ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનોને બાઈક ચાલકે હડફેટેમાં લઈ લેતાં એક યુવાનનું મૃત્યુ: અન્ય એક ને ઇજા 1 - image

જામનગર નજીક સિક્કા અને મૂંગણી ગામ વચ્ચે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને બે પરપ્રાંતીય યુવાનો વોકિંગ માટે નીકળ્યા હતા, દરમિયાન તેઓને પાછળથી એક બાઈક ચાલકે હડફેટમાં લઈને લેતાં બંને ઈજાગ્રસ્ત બન્યા હતા, તે પૈકી એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સિક્કા ગામમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રીરામ તિલકધારી યાદવ (ઉ.વ.47) અને તેના મિત્ર ઉપેન્દ્ર અંબિકાપ્રસાદ યાદવ (ઉમર 34) કે જેઓ પણ ઉત્તર પ્રદેશના વતની છે, અને હાલ સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહે છે, તેઓ સિક્કાથી મુંગણી ગામ તરફ જવાના રસ્તે વોકિંગમાં નીકળ્યા હતા.

જે દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલા જીજે 10 ઇ.જી. 9991 નંબરના એક્સેસ મોટરસાયકલ ના ચાલકે બંનેને હડફેટે લઈ લેતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં શ્રીરામ તિલકધારી યાદવ નું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતના બનાવ અંગે ઉપેન્દ્ર યાદવ એ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી મેર સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.