Get The App

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા એક યુવાનનું અજાણ્યા કારની ઠોકરે કરૂણ મૃત્યુ

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
જામજોધપુર તાલુકાના જામવાડી ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા એક યુવાનનું અજાણ્યા કારની ઠોકરે કરૂણ મૃત્યુ 1 - image

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા તુષારભાઈ રમણીકભાઈ ખાંટ (ઉ.વ.45) કે જેઓ ગત 23.5.2025ના રોજ રાત્રિના 8:45 વાગ્યે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરીને જામવાડીના પાટીયા પાસે પોતાના ગામ તરફ જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા.

જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક અજાણ્યા કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં હાથ- પગમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા રમણીકભાઈ મૂળજીભાઈ ખાંટએ જામજોધપુર પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.