પાવાગઢના ટપલાવાવના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હાલોલ તા.૩૦
પાવગઢ તળેટીમાં આવેલા ટપલાવાવના જંગલમાં સાવલી તાલુકાના
લાંછનપુર ગામના યુવાને અગમ્ય કારણે
ગળાફાંસો ખાઈ જીવન ટૂકાવ્યુ હતુ.
સાવલી તાલુકાના લાંછનપુર ગામે રહેતે કમલેશ દેવજીભાઈ પરમાર (ઉ.વ. ૨૬)ઘરેથી નીકળી પાવાગઢ તળેટીમાં આવેલા ટપલાવાવના જંગલમાં આવી અગમ્ય કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તે પહેલા તેના ભાઈની સાથે મોબાઈલ પર વાત કરી જાણ કરી હતી કે મમ્મી પપ્પાનું તેમજ તેના પરિવારનું ધ્યાન રાખજે.તદુપરાંત પોતે જે જગ્યા ઉપર છે.તે લોકેશનના શેર કર્યુ હતું.
જેને લઇ તેના ભાઈને અજુગતું લગતા મિત્રો તેમજ સંબંધી સાથે જણાવેલા લોકેશન પર દોડી આવ્યા હતા.કમલેશ વૃક્ષ પર દોરી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.પાવાગઢ પોલીસને જાણ થતાં સ્થળે જઇ પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.









