Gujarat

બાઇક સવાર યુવક અને યુવતીને વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત

By GS TEAM
18 Dec 20251 min read
બાઇક સવાર યુવક અને યુવતીને વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત

વડોદરા, વાસદથી વડોદરા આવતા હાઇવે પર  મીની નદી પાસેથી પસાર થતા સમયે બાઇક સવાર યુવક  અને યુવતીને અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકનું મોત થયું છે.

છાણી સોખડા રોડ ઉપર પ્રશાંતી ગ્રીન્સમાં પરિવાર સાથે રહેતો  કંુશ જગદીશભાઈ આચાર્ય (ઉં.વ.૧૮) ધોરણ-૧૨મા અભ્યાસ કરે છે. બુધવારે સવારે સાડા સાત વાગ્યે  કુંશ બાઈક લઈને રિવિઝન માટે જઉં  છું .તવું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે  કંુશ અને તેની ગર્લફ્રેન્ડ બાઇક પર વાસદથી વડોદરા આવતા હતા. તે દરમિયાન મીની નદી પાસે ને.હા.નં-૪૮ સાંકરદા ગામ નજીક પાછળથી પૂરઝડપે આવતા વાહન ચાલકે કુંશની  બાઇકને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા.કુંશને ખભા તથા પેટના ભાગે ગંભીર ઇજા થતા તે બેભાન થઇ ગયો હતો. જ્યારે યુવતીને પણ ઇજા થઇ હતી.બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, કુંશનો જીવ બચ્યો નહતો. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.