Get The App

આણંદ શહેરનો યુવક અને મોટી શેરડીની યુવતી ગુમ

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
આણંદ શહેરનો યુવક અને મોટી શેરડીની યુવતી ગુમ 1 - image

- પરિવારે શોધખોળ કરી છતાં કોઈ ભાળ ન મળી

- શહેર,ભાદરણ પોલીસે બંને બનાવ અંગે જાણવાજોગ નોંધી કરી તપાસ હાથ ધરી

આણંદ : આણંદ શહેરના નાના અડદ વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષીય યુવક લાપતા થયો હતો. તેમજ બોરસદ તાલુકાના મોટી શેરડી ગામની ૧૯ વર્ષીય યુવતી પણ રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના બે અલગ અલગ બનાવો અનુક્રમે આણંદ શહેર અને ભાદરણ પોલીસ મથકે નોંધાયા છે. 

આણંદ શહેરના નાના અડદ વિસ્તારમાં આવેલા ગંગાદાસની ખડકી ખાતે રહેતો ૨૧ વર્ષીય હેત કુમાર નુતનભાઇ ઠક્કર ગત તા. ચોથી ફેબુ્રઆરીના રોજ કોઈને કંઈ કહ્યાં વિના ક્યાંક ચાલી જઈ લાપતા થયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ કરતા કરાવતા કોઈ પત્તો ન લાગતા આખરે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

ગુમ થવાના બીજા બનાવની મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના મોટી શેરડી ગામે જબ્બરપુરા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય નેહાબેન ભઈલાલભાઈ ઝાલા મકવાણા ગત તા. ૧લી ફેબુ્રઆરીના રોજ કોઈને કંઈ કહ્યાં વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ હતી. જે અંગે પરિવારજનોએ ભાદરણ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર યુવતીની શોધખોળ આરંભી છે