Get The App

જામનગર નજીક મોરકંડા ધાર પાસે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક મોરકંડા ધાર પાસે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ 1 - image

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી ધાર પાસે આવી રહેલા એક ટ્રક ચાલકે ડિવાઇડર કુદાવી સામે આવી રહેલા એક બાઈકને હડફેટમાં લઈ લેતાં તેના ચાલકનું ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો દામજીભાઈ વેલજીભાઈ સોનગરા નામનો ૫૩ વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને લાલપુર ચોકડી થી ઠેબા ચોકડી તરફ જવા માટે નીકળ્યો હતો, અને મોરકંડા ધાર પાસેથી પસાર થઈ રહ્યો હતો,જે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 36 એ.એક્સ. 9899 નંબર ટ્રકના ચાલકે ડિવાઈડર કુદાવીને બાઈક ચાલકને હડફેટમાં લઈ કચડી નાખતાં બાઈક સવારને ગંભીર ઈજા થઈ હતી. જેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર પ્રવીણભાઈ દામજીભાઈ સોનગરાએ પોલીસને જાણ કરતાં એ.આઈ. ડી.જી. ઝાલા એ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.