જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ
જામનગર નજીક બેડી વિસ્તારમાં હુસેની ચોકમાં રહેતા અને માછીમારી કરતા આદમ અબ્દુલ જામ નામના 48 વર્ષના માછીમાર યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઈન્દ્રીશ સંગાણી, હનીફ દાઉદ, દાઉદ હનીફ અને નવાઝ માણેક સામે ફરિયાદ નોંધાવી છે.
ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાયો છે, અને પ્રાથમિક સારવાર અપાઇ છે. જૂની અદાવતનું મનદુઃખ રાખીને ચારેય શખ્સોએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.