જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ભોગ
Jamnagar Accident : જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું ટ્રક ટેન્કરની ઠોકરે ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપૂજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહીને વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતો શિવ નારાયણ હીરાલાલ રાઠોડ મોંગીયા (ઉંમર-30) કે જે ગઈકાલે પોતાનું બાઈક લઈને જાખર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 03 બી.વી.9523નંબરના ટ્રક ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક શિવ નારાયણ રાઠોડ ની પત્ની અંગુરબાલાબેને મેઘપર પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.