Get The App

પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું 1 - image

- સામરખાની ગોખર સીમ વિસ્તારમાં અકસ્માત

- આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જનાર ઈકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

આણંદ : આણંદ પાસેના સામરખા ગામની ગોખર સીમ વિસ્તારમાં પૂર ઝડપે જઈ રહેલી એક ઇકો કારે સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સામરખા ગામની શિવાય ટાઉનશીપ ખાતે રહેતા ભરતભાઈ રમણભાઈ શર્માનો ૨૨ વર્ષીય પુત્ર મનન રવિવારે બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો. તે દરમિયાનજૂની પાણીની ટાંકી નજીક ગોખર સીમ વિસ્તારમાં સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ઇકો કારના ચાલકે બાઇકને ટક્કર મારતા મનન બાઇક ઉપરથી નીચે પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તેને આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત વધુ ગંભીર હોય તેને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યોે હતો. આ બનાવ અંગે ભરતભાઈ શર્માએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈકો કારના ચાલક મીત કુમાર રમેશભાઈ ઠાકોર (રહે.સામરખા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.