આજ રોજ રાજકોટ ખાતે જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૧ અત્યાધુનિક સાયન્સ લેબ બનાવવામાં આવી છે તેનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લાના DDO એ પણ હાજરી આપી હતી.

સાઇન્સ થીમ આધારિત 'સ્ટેમ લેબ' વિકસાવવી
નેશનલ સાઇન્સ અને ટેકનોલોજી પોલીસી અંતર્ગત રાજકોટ જિલ્લાની 11 શાળાઓમાં સ્ટેમ લેબ વિક્સાવામાં આવી છે. આ તમામ લેબ તૈયાર કરવાનો ખર્ચ આશરે 44 લાખ રૂપિયા છે. આ લેબ હેઠળ સાઇન્સ થીમ આધારિત પેન્ટિંગ તથા ફિજિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત ક્ષેત્રની જુદી જુદી ગેમ્સ તથા ચાર્ટ્સ વિકસાવવામાં આવ્યા છે. દરેક સ્ટેમ લેબમાં અંદાજીત 92 વસ્તુઓ સામેલ કરવામાં આવી છે.
અલગ અલગ કામો માટે કર્યું લોકાર્પણ
આ સિવાય પણ રાજકોટ જિલ્લાના 41 ગામોમાં માટે RO ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આશરે 70 લાખના ખર્ચે RO ફિલ્ટર પ્લાન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજકોટ જિલ્લાના 12 ગામોમાં આશરે 40 લાખના ખર્ચે CCTVના કામનું પણ લોકાર્પણ થયું હતું. રાજકોટ જિલ્લાની 50 જેટલી આંગણવાડીઓમાં પણ કલરકામ કરવા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.


