સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો
શ્રમજીવી પરિવારની 21 વર્ષની યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે છ વર્ષ પહેલા મેં આજવા રોડ એકતા નગર નુરાની મહોલાના નાકા પર આવેલ જાકીર ટ્રેડર્સ નામના ભંગારના કારખાનામાં ભંગાર છૂટું પાડવાની નોકરી ચાલુ કરી હતી તે વખતે કારખાનામાં મારી સાથે અન્ય બે મહિલાઓ પણ નોકરી કરતી હતી. નોકરીના બે મહિના પછી જાકિર ટ્રેડર્સના માલિક ઉંમર સૈયદ એ મારી સાથે વાતચીત શરૂ કરી હતી. નોકરી ચાલુ કર્યાના અંદાજે પાંચ મહિના પછી એક દિવસ બપોરે ઉંમર સૈયદ એ મને કહ્યું કે ગોડાઉનની અંદરની બાજુ સાફ-સફાઈ નું કામ છે જેથી હું ગોડાઉનની અંદર ગઈ હતી ત્યારે ઉંમરે મારી સાથે જબરજસ્તી કરી હતી. મેં ના પાડી હતી પરંતુ તેને મારી માતા તથા ભાઈને મારી નાખવાની ધમકી આપતા હું ડરી ગઈ હતી અને તેણે મારી સાથે જબરજસ્તી કરી હતી. ત્યારબાદ ઉંમર સૈયદ અવારનવાર મને ડરાવી ધમકાવી દર ત્રણ ચાર દિવસે મરજી વિરુદ્ધ મારી સાથે સંબંધ બાંધતો હતો.
આઠ મહિના અગાઉ મને માસિક આવતું બંધ થઈ જતા મેં ઉંમર સૈયદને વાત કરી હતી પરંતુ તેણે મારી કોઈ વાત ધ્યાને લીધી ન હતી ડરના કારણે મેં મારા ઘરે પણ કોઈને વાત કરી ન હતી ગત 13મી તારીખે મને પેટમાં દુખાવો થતા જમનાબાઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને મને બાળકનો જન્મ થયો હતો.