જામનગરમાં એક મહિલાનું અને જાંબુડા પાટિયા પાસે એક આઘેડનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ
Jamnagar : જામનગર શહેર અને જાંબુડામાં હૃદય રોગના હુમલાથી હૃદય બંધ પડી જવાથી બે વ્યક્તિના મૃત્યુ નિપજયા છે. જામનગરમાં નહેરુનગર વિસ્તારમાં રહેતી એક મહિલાનું પોતાને ઘેર ગભરામણ થયા બાદ હ્રદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. જાંબુડા પાટીયા પાસે ઉભેલા એક આઘેડનું પણ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું છે.
જામનગરમાં નહેરુનગર શેરી નંબર 9 માં રહેતી ભાનુબેન મનીષભાઈ ચાવડા નામની 37 વર્ષની યુવતી કે જેને પોતાના ઘેર બેશુદ્ધ થઈ ગઈ હતી, અને તબિયત લથડી હતી. જેથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાઈ હતી, ત્યાં તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું જેમ મામલે સીટી સી.ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.
આ ઉપરાંત મૂળ જોડિયા તાલુકાના માવનું ગામના વતની શામળાભાઈ જીવાભાઇ કુંભારવાડીયા (ઉંમર વર્ષ 55) કે જેઓ એક વાહનમાં જાંબુડા ગામના પાટિયા પાસે આવ્યા હતા, જે દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતા બેશુદ્ધ બની ગયા હતા, અને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં પહોંચાડતા તેઓનું હૃદય બંધ પડી ગયું હોવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.