વાસણા રાઠોડના પાટિયા પાસે ગાડીની ટક્કરે હરસોલી ગામની મહિલાનું મોત

દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દહેગામથી હરસોલી જતાં રોડ પર સર્જાયેલા અકસ્માતના બનાવમાં મહિલાનું સ્થળ પર કમકમાટીભર્યુ મોત નિપજ્યું
પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે દહેગામ
તાલુકાના હરસોલી ગામે રહેતી ૪૩ વષય વિધવા મહિલા પુંજીબેન જશવંતસિંહ ચૌહાણ બપોરના
સમયે દહેગામ શહેરમાં વિધવા સહાયના પૈસા ઉપડવા બેંકમાં જઇને પરત ઘરે જવા માટે
રીક્ષામાં બેસીને વાસણા રાઠોડ ગામ આવ્યા હતાં. જ્યાં બીજુ વાહન મળે તેની રાહમાં
ઉભા હતાં. આ દરમિયાન ધસી આવેલી ઇકો ગાડીએ તેને ઠોકર મારી હતી. અકસ્માતના પગલે ગાડી
રોડની પાળીથી નીચે ખાડામાં જઇ પડી હતી. પાળી અને ગાડી વચ્ચે પુંજીબેન જાણે ચગદાઇ
ગયા હતાં. બનાવની જાણ થયાના પગલે ગામના સરપંચ સહિત ગ્રામજનો એકઠા થઇ ગયા હતાં.
માત્ર બે વીઘા જેટલી ખેતીની જમીન પર પરિવારનું ગુજરાન ચલાવતા પુંજીબેનને એક દિકરો
અને એક દિકરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસી ટીવી કેમેરાના ફુટેજના આધારે
તપાસ હાથ ધરી હતી.








