પત્નીના નામે પાચ લાખની લોન લઇ પતિ કાર લાવ્યો, લગ્નના છ મહિનામાં જ કાઢી મૂકી
નારોલની મહિલાને પડોશી સાથે પ્રેમ લગ્ન કરવાનું ભારે પડયું
બે વર્ષથી પિયરમાં નારોલમાં ફરિયાદ
અમદાવાદ, મંગળવાર
નારોલમાં રહેતી મહિલાને પડોશી સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના બીજા દિવસથી પિયરમાં જવા દેતા ન હતા. એટલું જ નહી પત્નીના નામે પાંચ લાખની લોન લઇને પતિ કાર લાવ્યો હતો છ મહિનામાં ઘરેથી કાઢી મૂકી હતી. નારોલ પોલીસે પતિ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નના બીજા દિવસથી પિયરમાં જવાની મનાઇ ઃ લોનના હપ્તા પત્નીને માથે, બે વર્ષથી પિયરમાં નારોલમાં ફરિયાદ
નારોલમાં લાંભા કેનાલ પાસે રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા પતિ સહિત સાસરીના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ત્રણ વર્ષ પહેલા મહિલાએ પડોશમાં રહેતા યુવક સાથે પરિવારની સહમતીથી પ્રેમલગ્ન કર્યા હતા. જો કે લગ્નના બીજા દિવસથી પિયરમાં જવા દેતા ન હતા અને રૃપિયાની માંગણી કરીને માનસિક ત્રાસ આપતા હતા.
મહિલાના નામે પાંચ લાખની પાંચ લાખની પર્સનલ લોન લઇને પતિ કાર લાવ્યો હતો છ મહિનામાં ઘરેથી કાઢી મૂકી હતી. જેથી હપ્તા પણ પત્નીએ ભરવા પડે છે હાલમાં બે વર્ષથી મહિલા પિયરમાં રહે છે. આ ઘટના અંગે નારોલ પોલીસે પતિ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.