Get The App

રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી 1 - image

અંકલેશ્વર રહેતા આરોપી સામે નોંધાતો ગુનો

જમીન બાબતે આરોપીનો ફેસબુક મારફતે કોન્ટેક્ટ થયા બાદ વોટ્સએપમાં બિભત્સ મેસેજ કરી વિડીયો કોલ કરતો હતો

રાજકોટ: રાજકોટના રૈયા રોડ પર રહેતી અને કપડાની દુકાનમાં નોકરી કરતી પરિણીતાને અંકેશ્વરનાં લલીત બચુભાઇ કાપડીયા નામના શખ્સ સાથે ફેસ બુકમાં પરીચય થયા બાદ લલીત વોટ્સએપમાં તેને બિભત્સ મેસેજ કરી વિડિયો કોલ કરી બિભત્સ માંગણીઓ કર્યાની ગાંધીગ્રામ - ૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

પરિણીતાએ પોલીસને જણાવ્યું કે, તે પતિથી અલગ રહે છે. સાસુ અંકલેશ્વર પાસેના ગામમાં રહે છે. જ્યાં તેની સંયુકત ખાતાની જમીન આવેલી છે. આ જમીન વેચવાની ખબર પડતા તેણે ફેસબુક મારફતે આરોપી લલીતનો કોન્ટેક્ટ કરતા આરોપીએ તેનો નંબર મોકલ્યો હતો. 

આરોપી ફોનમાં વાત કરતો હતો. તેણે જમીનની વિગત બાબતે વાત કરી હતી. ત્યારબાદ આરોપી તેને વોટ્સએપમાં મેસેજ અને વિડિયો કોલથી વાત કરતો હતો. આ સમયે આરોપીએ પૂછતા તે એકલી રહી નોકરી કરતી હોવાની વાત કરી હતી. જેને લઇ આરોપીએ ગઇ તા.૨૫-૯ના 'તમે અહીં આવો પછી આપણે એક દિવસ હોટલમાં રહીશું, મજા કરીશું.' તેમ કહ્યું હતું. 

પરંતુ આરોપીએ માફી માંગી લીધી હતી. જો કે ત્યારબાદ પણ આરોપીએ ઘણા બિભત્સ મેસેજ કર્યા હતા. ગઇ તા.૨૬નાં આરોપીએ વીડિયો કોલ કરી' મારી માલિકીની કંપનીની ઓફિસ છે, આ આખી મારી છે.' કહી ચાલુ વિડીયો કોલએ બિભત્સ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જેથી તેણે વીડિયો કોલ કાપી નાખ્યો હતો. જે પછી આરોપીએ ફરી માફી માંગી વોટ્સએપ ઓડીયો કોલ કરી 'હું તને જોઇ આવેશમાં આવી ગયો, મારી ઇચ્છા છે કે તને કાયમી અંકલેશ્વર મારી કંપનીમાં બોલાવી નોકરી આપું, મારી પાસે અઢળક પૈસા છે, હું તને ૨૫ હજાર પગાર આપીશ, તારે ખાલી માર ધ્યાન રાખવા'તું તને બીજા અઢળક રૂપિયા પણ આપીશ. જેથી તેને આવા ખરાબ મેસેજ કરવાની ના પાડી હતી. છતાં આરોપી અવારનવાર ચેનચાળા કરતો હતો. આરોપીને ના પાડવા છતાં તે મેસેજ અને કોલ કરવાનું ગઇ તા.૧૩ સુધી ચાલુ રાખતા અંતે ફરિયાદ નોંધાવી હતી.