Get The App

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો 1 - image

Jamnagar : જામનગરમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડાનું વેચાણ કરનાર એક વેપારીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો છે.

 જામનગરના બેડીબંદર રોડ પર રહેતો અજય ધીરજલાલ સવાસડીયા નામનો વેપારી પોતાની પાસે ફટાકડા વેચવાનું કોઈ લાયસન્સ ન હોવા છતાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર પાસે ફટાકડાનું વેચાણ કરતાં મળી આવ્યો હતો. જેથી સીટી સી. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લઇ ફટાકડાનો જથ્થો કબજે કર્યો છે, અને તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધ્યો છે.