વડોદરાથી હાલોલ રોડ પર પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂનો જથ્થો લઈને જતી ગાડી ઝડપાઈ
Vadodara : વડોદરાથી હાલોલ તરફ જતા રોડ ઉપર આસોજ ગામની સીમમાં જિલ્લા એલસીબીએ બંધ બોડીની એક ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે રૂપિયા 68.14 લાખ કિંમતનો દારૂની 44,810 બોટલો તેમજ રોકડ રકમ સહિત કુલ 78.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ડ્રાઇવર નાસીર ઇબ્રાહીમ મન્સૂરી રહે ગ્રીનપાર્ક ઇન્દોરની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઈન્દોર હાઈવે પરથી જાવેદ નામના શખ્સે દારૂ ભરેલી ગાડી આપી હતી અને આ ગાડી લઈને સુરત જવા કહ્યું હતું. સુરત દારૂ ભરેલી ગાડી લઈને પહોંચ્યા પછી ત્યાંથી હાલોલ પરત મોકલ્યો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.