વડોદરામાં દુમાડ ચોકડી પાસે પૂરપાટ વાન લારીઓ પર ફરી વળી, બે વ્યક્તિને ફંગોળ્યા
Vadodara : વડોદરામાં દુમાડ ચોકડી પાસે પૂર ઝડપે ધસી આવેલી એક વાને બે થી ત્રણ લારી તેમજ બે વ્યક્તિને અડફેટમાં લેતા પોલીસે ગુનો નોંધ્યો છે.
દુમાડ ચોકડી પાસે ચા નાસ્તાની લારી ધરાવતા ભીખુભાઈ બદિયાણી એ કહ્યું છે કે તા.9મી એ હું મારા પુત્ર સાથે લારી પર હતો તે દરમિયાન એક ગ્રાહક ચા પીવા આવ્યા હતા. એટલામાં પૂર ઝડપે એક વાન ધસી આવી હતી અને મારી લારી, મારા પુત્ર અને ગ્રાહકને અડફેટમાં લીધા હતા. જેથી બંનેને ઇજાઓ પહોંચી હતી.
પરિણામે અન્ય લારીને પણ નુકસાન થયું જ્યારે ગ્રાહકોમાં નાસભાગ મચી હતી. લોકોએ કારચાલકને પકડી નામ પૂછતા તેનું નામ કરણ બારીયા (દિવાળીપુરા, કોર્ટ સામે) હોવાનું જાણવા મળ્યું હતું. સમા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.