Get The App

વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના વેપારી સાથે ગુ્રપના જ સભ્યે છેતરપિંડી કરી

સોનામાં ઇન્વેસ્ટ કરવાનું કહી ૧.૩૨ કરોડ પડાવી લીધા : અન્ય બે રોકાણકારો પાસેથી પણ ૭૩.૩૮ લાખ પડાવી લીધા

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના વેપારી સાથે ગુ્રપના જ સભ્યે છેતરપિંડી કરી 1 - image

 વડોદરા,વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં જોડાયેલા સ્ટીલના વેપારી તથા અન્યને ગોલ્ડમાં ૧૫ થી ૨૦ ટકાનો  નફો થવાની લાલચ  આપી રોકાણ કરાવી ૨.૦૭ કરોડની છેતરપિંડી કરનાર સામે સી.આઇ.ડી. ક્રાઇમે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકોટા મુજમહુડા રોડ પર સામ્રાજ્ય - ૧ માં રહેતા પરેશકુમાર ચંદ્રકાંતભાઇ શાહ સ્ટીલનો બિઝનેસ કરે છે. સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં તેમણે  ફરિયાદ નોંધાવી  જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૨ માં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક ( વી.બી.એન.)માં હું જોડાયો  હતો. આ ગુ્રપમાં ૮૫ થી ૯૦ સભ્યો છે. અમારા ગુ્રપના વેપારીઓ એકબીજા સાથે વેપાર અંગે ચર્ચા કરીએ છીએ. ડિસેમ્બર - ૨૦૨૨ માં ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું  હતું. તે દરમિયાન અમારી મુલાકાત સોના ચાંદીનો વેપાર કરતા કલ્પેશ ગોપાલકૃષ્ણ શાહ (રહે.  દ્રીપ એપાર્ટમેન્ટ, જે.પી. નગર સોસાયટી, ઓલ્ડ પાદરા રોડ)  સાથે થઇ હતી. તેમણે કહ્યું હતું કે, સોનાના ભાવમાં મોટો ઉછાળો આવવાનો છે. બે મહિનામાં ૧૫ થી ૨૦ ટકાનો નફો થશે.તેવું જણાવી ઇન્વેસ્ટ કરવા માટે અમારી  પાસે રૃપિયા માગ્યા હતા. તેમના કહેવાથી મેં મુકેશ સોની તથા દિલીપ આહીરેના એકાઉન્ટમાં તથા રોકડા મળી કુલ રૃપિયા ૧.૮૮ કરોડ આપ્યા હતા. જે પૈકી તેઓએ ૫૬.૨૦ લાખ પરત કર્યા હતા. જ્યારે  હજી ૧.૩૨ કરોડ પરત લેવાના નીકળે છે. પરંતુ, તેઓ બાકીના રૃપિયા  પરત આપતા નહતા. અમે તેમના ઘરે તપાસ કરતા ઘર બંધ હતું. કલ્પેશ શાહે અમારા ઉપરાંત અન્ય પાસેથી પણ  રોકાણના બહાને રોકાણ કરાવી મૂડી અને  નફો પરત કર્યા નહતા. આ ઉપરાંત ધર્મેશ ગોવિંદભાઇ પરીખના ૧૭ લાખ, બાલક્રિષ્ન અરવિંદલાલ શાહના ૫૮.૩૮ લાખ મળી કુલ ૨.૦૭ કરોડ મેળવી લઇ પરત કર્યા નહતા. પોલીસે કલ્પેશ શાહ તથા મુકેશ મહેન્દ્રભાઇ સોની (રહે. અંગધ ફળિયું, ગોરવા ગામ) સામે ગુનો દાખલ કર્યો છે.