સુરતના એક સમાજના યુવક મંડળની અનોખી પહેલ, ઘારી વેચાણથી સમાજસેવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતમાં અનેક વેપારીઓ પોતાના નફા માટે ચંદની પડવા માં ઘારીનું વેચાણ કરે છે પરંતુ એક સમાજના યુવક મંડળ દ્વારા સમાજ સેવા માટે ઘારીનું વેચાણ કરવામા આવે છે. સમાજની વિધવા મહિલા અને વૃધ્ધો માટે અનાજ- દવા વિતરણ કરે છે તેના માટે ફંડ માટે તેઓએ ઘારી બનાવવાનું શરૂ કર્યું છે તેમાંથી જે નફો થાય છે તે સમાજ સેવા માટે પયોગ કરવામા આવે છે. દર વર્ષે ઘારી વેચાણ વધી રહ્યું છે તેથી સમાજ સેવા માટે સારી રકમ પણ મળી રહી છે. પ્રયોગના કારણે લોકોને ભેળસેળ વિનાની ઘારી મળે છે અને સેવા માટે ફંડ પણ મળી રહ્યું છે.
સુરતમાં ચંદની પડવા એટલે ઘારીનો દિવસ. અનેક વેપારીઓ આ તહેવાર દરમિયાન વધુ નફા માટે ઘારીનું વેચાણ કરે છે, પરંતુ સુરતના ક્ષત્રિય સમાજના ક્ષત્રિય યુવક મંડળે સમાજ સેવાનું એક અનોખું મોડલ ઉભું કર્યું છે પ્રમુખ જનક કાચી વાલા કહે છે, યુવક મંડળ દ્વારા ઘણા વર્ષોથી સમાજની વિધવા મહિલાઓ અને વૃધ્ધોને અનાજ તથા અન્ય સુવિધા આપવામાં આવે છે. જોકે, આ માટે જે ફંડ છે તે પુરતુ નથી અને અમે કોઈ પાસે વધુ ફંડ માંગવું પડે તેવી વિચારધારા ધરાવતા નથી. જેના કારણે અમે ભેગા મળી ચંદની પડવામા ઘારી અને શિયાળામાં સાલમપાક બનાવી વેચાણ કરવામાં આવે છે . જેમાંથી જે નફો મળે છે તે તમામ નફાનો ઉપયોગ સમાજ સેવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
સભ્ય શૈલેષ જરીવાલા કહે છે, યુવક મંડળે સમાજ સેવા કરવી છે અને હાથ પણ વધુ ફેલાવવો પડે તે માટે સમાજના સભ્યો દ્વારા જ ઘારી બનાવાવમા આવી રહી છે. આમ તો સુરત સ્વાદની નગરી માટે જોડાયેલી છે અને ઘારી પરંપરાગત મીઠાઈ છે પરંતુ તે માત્ર ટેસ્ટ નહી પરંતુ તે હવે સવે સાથે જોડાઈ રહી છે. સુરતના ક્ષત્રિય યુવક મંડળે એક અનોખો પ્રયાસ કર્યો છે મંડળના યુવકો વર્ષ દરમિયાન વિધવા અને સિનિયર સિટિઝન માટે અનાજ તથા જરૂરી વસ્તુઓની સહાય પૂરી પાડે છે. હાલ ઘારીનું વેચાણ કરે છે. ચંદની પડવાની ઘારી ખાસ શુદ્ધ ઘી, માવો અને ગુણવત્તા સાથે વિશ્વાસ પણ જળવાઈ રહે. આ પહેલ પાછળનો હેતુ માત્ર નફો કમાવવાનો નથી, પરંતુ સમાજમાં સહાનુભૂતિ અને સહકારનો સંદેશ ફેલાવવાનો છે. સુરતીઓ જ્યારે આ ઘારી ખરીદે છે, ત્યારે તેઓ સ્વાદનો આનંદ લેતા લેતા કોઈની જિંદગીમાં ખુશી ઉમેરવામાં પણ ભાગીદાર બને છે.








