Get The App

જામનગરમાં જાહેર રસ્તા પર વૃક્ષ ઘરસાઈ થતાં અફડાતફડી , એક બાઇક દબાયું : અન્ય કોઈ જાનહાની નહીં

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં જાહેર રસ્તા પર વૃક્ષ ઘરસાઈ થતાં અફડાતફડી  , એક બાઇક દબાયું : અન્ય કોઈ જાનહાની નહીં 1 - image

Jamnagar : જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આજે બપોરે 12.00 વાગ્યાના અરસામાં એક ઝાડ જમીનમાંથી ઉખડીને નીચે માર્ગ પર પડ્યું હતું, જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. આ સમયે કોઈ ત્યાંથી પસાર થતું ન હોવાના કારણે જાનહાની ટળી હતી. પરંતુ એક બાઈક દબાયું હતું.

 આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી દોડતી થઈ હતી, અને કરવત વડે ઝાડની ડાળીઓને દૂર કરીને રસ્તો ખુલ્લો કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.