સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફરિયાદ
જામનગર તાલુકાના સિક્કામાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સહદેવભાઈ પ્રવીણભાઈ હોરીયા નામના 32 વર્ષના વેપારી યુવાને પોતાની સાથે છેતરપિંડી કરવા અંગે તેમજ ખોટો કેસ કરવાની ધમકી આપવા અંગે સિક્કા હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા લકકીરાજસિંહ અશોકસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને 76,000ની કિંમતમાં આઈફોન ખરીદ કરીને આરોપીને વાપરવા માટે આપ્યો હતો, જે મોબાઈલ ફોન કે તેના રૂપિયા પરત કર્યા ન હતા, અને ફરિયાદી વેપારી યૂવાન સાથે છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત તેની સામે ખોટો કેસ કરવાની ધમકી આપી હતી, જેથી મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.