જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વિક્રેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
દરમિયાન જામનગર નજીક ધુંવાવમાં પતંગ અને દોરાનો વેપાર કરી રહેલા એક વેપારી દ્વારા પતંગ અને દોરાના વેચાણની સાથે-સાથે ચાઈનીઝ દોરાનું વેચાણ પણ થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ધુંવાવના વેપારી ફિરોજ ઉર્ફ મુન્નો જુમ્માભાઈ બાવવાણીના કબજામાંથી પોલીસ તપાસ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરા વાળી ફીરકી મળી આવતાં કબજે કરી લેવામાં આવી છે, અને તેની સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.


