Gujarat

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો

By GS Team
24 Aug 20251 min read
This article was originally published on 24 Aug 2025
TukuTouch Logo
ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડીને ધંધો શરૂ કરી દેનાર વેપારી સામે કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો

ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડીને ધંધો શરૂ કરી દેનાર વેપારી સામે કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મુંબઇના ગોરેગાંવ ખાતે આવેલી પ્રોટિયમ ફાઇનાન્સ કંપનીના લિગલ ઓફિસર સંતોષ ચવાણે (રહે. મુંબઇ) પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  અમારી કંપનીમાંથી વડોદરામાં રહેતા રાજપૂતાના જ્યુસના પ્રોપરાઇટર મહેશભાઇ રમણભાઇ રાજપૂત તથા તેમના પત્ની સપનાબેને માર્ચ - 2020માં 50 લાખની લોન લીધી હતી. જે લોન માટે તેમણે વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલા મધુમતી  કોમ્પલેક્સની દુકાન મોડગેજ કરી હતી. આ દુકાન પર અગાઉ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કની લોન હોઇ 40 લાખ તેમાં જમા કરાવ્યા હતા. જ્યારે 10 લાખ લોન ધારકના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ, લોન ધારકે સમયસર લોનના હપ્તા નહીં ભરતા તેઓનું એકાઉન્ટ એન.પી. એ. કર્યુ હતું. ત્યારબાદ આ મિલકત  પર પજેશન મેળવવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી.તા. 18 -05 -2025ના  રોજ અમારી કંપનીને કબજો સોંપવામાં આવ્યો હતો. પરંતુ, લોન ધારક મહેશ રાજપૂતે સીલ તોડીને ધંધો  ચાલુ કરી દીધો હતો.