Get The App

મારામારીમાં સામસામે ફરિયાદમાં કુલ ૨૩ લોકો સામે ફરિયાદ

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
મારામારીમાં સામસામે ફરિયાદમાં કુલ ૨૩ લોકો સામે ફરિયાદ 1 - image


સાયલા -  સાયલા તાલુકામાં ત્રણ નવા પીએસઆઇ તેમજ છ પોલીસ કર્મચારીઓ  નવા મુકવા છતાં પણ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

સાયલા પંથકના એક ગામે રહેતા ફરિયાદી ઉપર ગામના ૧૮ શખ્સોએ અગાઉ કરેલી છેડતીની ફરિયાદનું મન દુઃખ રાખી લોખંડના પાઇપ ધારિયા લાકડી જેવા હથિયારોથી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ફેક્ચર જેવી ઈજા થતાં પ્રથમ સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ફરિયાદીએ 

(૧) રમેશભાઈ મોતીભાઈ મકવાણા (૨) અજયભાઈ રમેશભાઈ મકવાણા (૩) ધીરુભાઈ ગોવિંદભાઈ મકવાણા (૪) પીતાંબરભાઈ ગોવિંદભાઈ મકવાણા (૫) શૈલેષભાઈ પીતાંબરભાઈ મકવાણા (૬) મનજીભાઈ ગોવિંદભાઈ મકવાણા (૭) ત્રિભુવનભઈ નાગરભાઈ ચાવડા (૮) શાહવીર ભાઈ રમેશભાઈ મકવાણા (૯) અર્જુનભાઈ ધીરુભાઈ મકવાણા (૧૦) હરેશભાઈ પીતાંબરભાઈ મકવાણા (૧૧) કાજલબેન રમેશભાઈ મકવાણા (૧૨) ગજરાબેન ત્રિભોવનભાઈ ચાવડા (૧૩) સોનલબેન અજયભાઈ મકવાણા (૧૪) રાજુ બેન રમેશભાઈ મકવાણા(૧૫) મંજુબેન ધીરુભાઈ મકવાણા (૧૬) ચંપાબેન મનજીભાઈ મકવાણા (૧૭) કરણભાઈ મનજીભાઈ મકવાણા (૧૮) અર્જુનભાઈ ત્રિભોવનભાઈ ચાવડા સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

જ્યારે સામા પક્ષે ફરિયાદી અજયભાઈ રમેશભાઈ મકવાણા દ્વારા કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં મહિલા દ્વારા ફરિયાદી ઉપર અગાઉ છેડતીની ફરિયાદ કરેલ હોય અને છેડતી ના કેસમાં ફરિયાદી નિર્દોષ છુટેલ હોય જેથી આ બાબતનું મન દુઃખ રાખી મૂઢમાર જેવી ઈજાઓ તથા ફેક્ટર જેવી ઈજાઓ કર્યાની ફરિયાદ પાંચ લોકો સામે નોંધાવી હતી.

(૧) નટુભાઈ પાલાભાઈ મકવાણા (૨) જ્યોતિબેન નટુભાઈ મકવાણા (૩) રાજુભાઈ નટુભાઈ મકવાણા (૪) અલ્પેશભાઈ નટુભાઈ મકવાણા (૫) જયંતીભાઈ પાલાભાઈ મકવાણા તમે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી


Tags :