Gujarat

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો

By GS TEAM
1 Mar 20261 min read
પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો

અમદાવાદ, રવિવાર

જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સલામતી જોખમાઇ રહી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીતા મંદિર પાસે દારુના નશામાં ધૂત યુવકે મહિલાની છેડતી કરી હતી પોલીસ આરોપીને દાણીલીમડા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી જ્યાં મધરાતે ટોળાએ પોલીસ સ્ટેશન ઘેરી લઇને હંગામો મચાવ્યો હતો. એટલું જ નહી આરોપી અને હોમગાર્ડ જવાનને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો.

ઇસકો બહાર નિકાલો ઓર માર ડાલો કહી પોલીસ સ્ટેશનમાં દારુડિયાને માર્યો ઃ૧૦૦ સામે ફરિયાદ

 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ઇમરાનખાન મકરાણીએ દાણીલીમંડા પોલીસ સ્ટેશનમાં શાહીલ સૈયદ સહિત ૧૦૦ લોકો સામે ફરિયાદ નોંધાવી છે ક ગઇકાલે રાતે બહેરામપુરામાં રહેતો યુવકે દારુ પીધેલી હાલતમાં ગીતા મંદિર વિસ્તારમાં રોડ ઉપર ઉભો હતો તેણે મહિલાઓને રોકીને તેમની સાથે તકરાર કરીને છેડતી કરી હતી જેના કારણે લોકો તેને માર મારતા હતા.

 આ સમયે ફરિયાદી પોલીસની ગાડી લઇને ત્યાંથી પસાર થતાં હતા તેઆ આરોપીને પોલીસની ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા જ્યાં ૧૦૦ વધુ લોકાના ટોળાએ પોલીસ સ્ટેનશને ઘેરી લીધું હતુ અને આરોપીને ઇસકો બહાર નિકાલો ઓર માર ડાલો કહીને બુમો પાડીને હંગામો મચાવીને પોલીસ સ્ટેશનમાં આરોપી ઉપર હુમલો કર્યો હતો છોડાવવા વચ્ચે પડેલા હોમગાર્ડ જવાનને પણ લોકોએ માર માર્યો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ૧૦૦ લોકાના ટોળા સામે રાયોટિગ તથા હત્યાની કોશિષનો ગુનો નોંધી ચાર લોકોેની ધરપકડ કરી હતી.