Get The App

ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો 1 - image


આખરે મહાનગરપાલિકા ઉંઘમાંથી જાગી

ગણપતિ વિસર્જન માટે પાંચ દિવસ સુધી વ્યવસ્થા નહીં કરતા ભક્તોમાં કચવાટ જોવા મળ્યો હતો ઃ કુંડમાં વિસર્જન કરવા તાકીદ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિ મહોત્સવને પાંચ દિવસ પૂર્ણ થયા બાદ મનપા તંત્ર ઉંઘમાંથી સફાળી જાગી ગણપતિ વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરી છે. ધોળીધજા ડેમ રોડ પર આવેલ હામપરવાળા મેલડી માતાજીના મંદિર પાછળ વિશાળ કુંડ બનાવવામાં આવ્યો છેે. પાલિકા તંત્રએ આ કુંડમાં વિસર્જન કરવા ભક્તોને અનુરોધ કર્યો છે.

સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં અનેક મહોલ્લાઓ, શેરીઓ સહિત જાહેર સ્થળો પર અને રહેણાંક મકાનમાં ભક્તોએ ગણપતિ દાદાની સ્થાપના કરી ગણેશ મહોત્સવ દરમ્યાન પુજા, અર્ચના, આરતી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન ૩, ૫, ૭, ૯, ૧૧મા દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ધાર્મિક મહોત્સવ દરમ્યાન કોઈ દુર્ધટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ભક્તો ગણપતિ દાદાનું વિસર્જન કરી શકે તેવા હેતુથી મનપા તંત્ર દ્વારા ગણપતિ વિસર્જન માટે ધોળીધજા ડેમ રોડ પર આવેલ હામપરવાળા મેલડી માતાજીના મંદિર પાછળ વિશાળ કુંડ બનાવવામાં આવ્યો છે અને આ કુંડમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવા પણ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. મનપા દ્વારા બનાવવામાં આવેલ આ કુંડમાં સુરક્ષા તેમજ સ્વચ્છતા સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને ગણપતિ વિસર્જન દરમ્યાન પણ સ્ટાફ તેમજ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે જેથી ભક્તોને ડેમ કે કેનાલ, તળાવ સહિતના જોખમી સ્થળો પર ગણપતિ દાદાનું વિસર્જન નહિં કરવા પણ તાકીદ કરવામાં આવી છે.


Tags :