- ગ્રામીણ વિસ્તારોમાં મધમાખીઓના આતંકથી ફફડાટ
- ઝેરી ડંખને કારણે યુવક બેભાન થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, હાલ તબિયત સ્થિર
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં રહેતો ૨૯ વર્ષીય યુવક ગોપાલભાઇ ચતુરભાઇ જાદવ જ્યારે માલવણ હાઈવે પરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક મધમાખીના ઝુંડે તેના પર હિંસક હુમલો કર્યો હતો.
મધમાખીઓના ડંખને કારણે યુવકની તબિયત લથડી હતી અને તે માર્ગ પર જ બેભાન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમયસરની સારવાર બાદ તેની હાલતમાં સુધારો નોંધાયો છે.
નોંધનીય છે કે જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં આવી અનેક ઘટનાઓ બની છે. ગત ૨૭ ફેબુ્રઆરીએ ચોટીલાના રેશમિયા ગામમાં મધમાખીથી બચવા તળાવમાં કૂદેલા આધેડનું મોત થયું હતું, જ્યારે ૩ માર્ચે લખતરના કડુ ગામે પણ મધમાખીઓએ ૧૦થી વધુ લોકોને નિશાન બનાવ્યા હતા.


