થાનના કાનપર, મુલીના નવાણિયા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત
- રજાના દિવસે મુલાકાતથી અધિકારીઓમાં ફફડાટ
- તલાટીઓના રજીસ્ટર તપાસ્યા : ચોમાસામાં હેડક્વાટર્સ નહીં છોડવા અને રિપોર્ટ આપવા સૂચના
સુરેન્દ્રનગર : ચોટીલાના નાયબ કલેક્ટરે બંને ગામોમાં જઈ તલાટીઓના દફતર તપાસણી કરી હતી. ખેડીવાડીપત્રક, રોજમેળ, મરણ- ઢોર અને જાવક રજીસ્ટર સહિતના દસ્તાવેજો ચકાસ્યા હતા.
ગામની જમીન, ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાઘનો તથા અવાર નવાર થતા રોગચાળા, ૫હોચબુક, ગામના નકશા અંગે વિગેરે માહિતી રાખવામાં આવે છે કે કેમ ? તેમજ તલાટી ક્રમ મંત્રી ગામે નિયમિત જાય છે કે કેમ ? ડાયરી નિયમિત લખે છે કે કેમ? પંચાયતની સઘળી મિલકતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ ? વિગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. ચોમાસામાં હેડક્વાટર્સમાં ફરજિયાત હાજર રહી લોકોના સંપર્કમાં રહી રિપોર્ટ કરવા સૂચના આપી હતી. ગામના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ કરવા સબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. અચાનક રજાના દિવસે જ પ્રાંત અધિકારી દ્વારા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત કરવામાં આવતા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ફરજિયાત લોકોના પ્રશ્નો તાત્કાલિક નિવેડો લાવવાની સૂચના પણ તલાટીઓને આપવામાં આવી હતી.