Get The App

અમદાવાદમાં BRTS બસમાં અચાનક આગ લગતા બસ બાળીને ખાખ

આ બસ પાર્ક કરેલી હોવાથી તેમાં કોઈ પેસેન્જર ન હતા જેથી મોટી જાનહાની ટળી હતી

Updated: Dec 7th, 2022

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં BRTS બસમાં અચાનક આગ લગતા બસ બાળીને ખાખ 1 - image

અમદાવાદ, તા. 7 ડીસેમ્બર 2022, બુધવાર

અમદાવાદમાં આજે ફરી એક વખત BRTS બસમાં આગ લાગી હતી. અમદવાદના મણિનગર વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે પાર્ક કરેલી BRTS બસમાં  અચાનક જ આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ BRTS પાર્ક થયેલી ઉભી હતી જેથી અંદર કોઈ પેસેન્જર હતું નહીં જેથી મોટી દુર્ઘટના થઇ ન હતી. આ બસમાં અચાનક જ આગ લાગી હતી અને બસ બાળીને ખાખ થઇ ગઈ હતી. આ અગાઉ પણ BRTS બસમાં આગ લાગી હતી.

બસમાં અચાનક જ લાગી આગ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આજે કે પાર્ક કરાયેલી BRTS બસમાં અચાનક જ આગ લાગી હતી. મણિનગર રેલવે સ્ટેશન પાસે આ બસ પાર્ક કરી હતી. આ બસમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને કારણે થોડીક ક્ષણોમાં જ આખી બસ ચપેટમાં આવી ગઈ હતી. આ બસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ મોટી જાનહાની થઇ ન હતી.

ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો
અમદવાદમાં આજે મણિનગર BRTS બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ આગની જાણ ફાયર વિભાગને થતા ત્વરિત ફાયર વિભાગની ટીમ બે ગાડીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે સળગેલી બસ પર સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બસના એન્જીનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જે આગળ જતા પુરી બસમાં જ પ્રસરી ગઈ હતી.

Tags :