Gujarat

રાંચરડાનો વિદ્યાર્થી, સેક્ટર-૭ની મહિલા અને સે-૧૨ના બીઝનેસમેન કોરોનાગ્રસ્ત

By GS TEAM
17 Jun 20251 min read
રાંચરડાનો વિદ્યાર્થી, સેક્ટર-૭ની મહિલા અને સે-૧૨ના બીઝનેસમેન કોરોનાગ્રસ્ત

ગાંધીનગર શહેર-જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાયા

કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૯૬ સુધી પહોંચ્યોઃસાવચેતી રાખવા તબીબોની સલાહ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે જે સારી બાબત છે.મંગળવારે ૨૪ કલાક દરમ્યાન વધુ ત્રણ કેસ મળી આવ્યા છે. જેમાંથી બે દર્દીઓ કોર્પોરેશન વિસ્તારના તથા એક કલોલના રાંચરડાનું હોવાનું જાણવા મળી રહ્યું હતું. આ સાથે ગાંધીનગરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૯૬ સુધી પહોંચી ગયો છે.

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરના સેક્ટર-૭માં રહેતા ૫૩ વર્ષિય મહિલાને ઘણા દિવસથી તાવ અને કફની તકલીફ હતી. તબીબોની સલાહ પ્રમાણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.આ ઉપરાંત સેક્ટર-૧૨માં રહેતા ૪૫ વર્ષિયયુવાનને કફ અને બોડી પેઇન ઉપરાંત તાવની ફરિયાદ હતી જેના પગલે તેમનો ટેસ્ટ કરાવતા તે પણ પોઝિટિવ આવ્યો હતો. તો બીજીબાજુ કલોલના રાંચરડામાં રહેતા ૧૮ વર્ષિય વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

ગાંધીનગરમાં મંગળવારે પોઝિટિવ આવેલા તમામ ત્રણ પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન આપવામાં રાખવામાં આવ્યા છે. ગાંધીનગરમાં અત્યાર સુધી કોરોનાના ૯૬ કેસ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે ભેજવાળી આબોહવામાં વાયરસ વધુ ઝડપથી ફેલાશે તેમ તબીબોનું માનવું છે.આવી સ્થિતિમાં ભીડવાળી જગ્યામાં જવાનું ટાળવું તથા માસ્ક પહેરવુ હિતાવહ્ છે.