Gujarat

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત

By GS TEAM
5 Jan 20261 min read
આજવારોડ પર કારચાલકે  શેરી કૂતરાને કચડી નાખતા મોત

વડોદરા,આજવારોડ પર એક કાર ચાલકે શેરી કૂતરા પર કાર ચઢાવી દેતા મોત થયું હતું. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ શરૃ કરી છે.

આજવારોડ વ્રજ એવન્યુ પાસે એક માદા  કૂતરા પર કાર ચાલકે કાર ચઢાવી દેતા તેનું મોત થયું હતું. જે અંગે સામાજિક કાર્યકરને જાણ થતા તેમણે સ્થળ પર જઇને તપાસ કરતા  વીડિયોમાં એક કાર દેખાઇ હતી. જેના રજિસ્ટ્રેશન નંબરના આધારે સામાજિક કાર્યકરે બાપોદ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં દિવાળીપુરા જય રિદ્ધિ ટાઉનશિપમાં એક કૂતરાને મારી નાખવાની ધમકી થોડા દિવસ પહેલા એક રહીશે આપી હતી. ત્યારબાદ કૂતરાને સાચવાનાર મહિલા બહારગામ ગઇ તે દરમિયાન કૂતરો ગૂમ થઇ ગયો હતો. મહિલાએ શંકા દર્શાવી છે કે, અગાઉ ધમકી આપનાર શખ્સે જ કૂતરાને મારી નાખ્યો છે. જે અંગે મહિલાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.