Gujarat
વડોદરાની ઉમા વિદ્યાલયમાં બાળકોની મસ્તી ભારે પડી : ધો.6ના વિદ્યાર્થીની પેન વાગી જતાં આંખ ફૂટી ગઈ
By GS TEAM
28 Jun 20251 min read
વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે બાળકો વચ્ચે થતી મસ્તી દરમિયાન અન્ય એક બાળકની આંખમાં પેન વાગી જતા તેણે આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે બાળકો વચ્ચે થતી મસ્તી દરમિયાન અન્ય એક બાળકની આંખમાં પેન વાગી જતા તેણે આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે બાળકો વચ્ચે થતી મસ્તી દરમિયાન અન્ય એક બાળકની આંખમાં પેન વાગી જતા તેણે આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે વાલી મંડળ શાળા ખાતે રજૂઆત કરવા પહોંચ્યું છે.
વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે ધોરણ છમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા. આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થીની આંખમાં પેન વાગી ગઈ હતી. જેના કારણે તેની આઠમાં ગંભીર ઈજા થઈ હતી. સમગ્ર બનાવ મામલે વાલી મંડળ પોલીસને સાથે રાખીને ઉમા વિદ્યાલય ખાતે થયેલ બનાવ અંગે રજૂઆત કરવા પહોંચ્યું છે. બાળકના પિતા પગ રિક્ષા ચલાવી કામ ધંધો કરતો હોવાથી તેમના માટે પુત્રની સારવાર કરાવવી એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે