Get The App

વડોદરાની ઉમા વિદ્યાલયમાં બાળકોની મસ્તી ભારે પડી : ધો.6ના વિદ્યાર્થીની પેન વાગી જતાં આંખ ફૂટી ગઈ

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાની ઉમા વિદ્યાલયમાં બાળકોની મસ્તી ભારે પડી : ધો.6ના વિદ્યાર્થીની પેન વાગી જતાં આંખ ફૂટી ગઈ 1 - image


Vadodara : વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે બાળકો વચ્ચે થતી મસ્તી દરમિયાન અન્ય એક બાળકની આંખમાં પેન વાગી જતા તેણે આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે વાલી મંડળ શાળા ખાતે રજૂઆત કરવા પહોંચ્યું છે.

વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે ધોરણ છમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા. આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થીની આંખમાં પેન વાગી ગઈ હતી. જેના કારણે તેની આઠમાં ગંભીર ઈજા થઈ હતી. સમગ્ર બનાવ મામલે વાલી મંડળ પોલીસને સાથે રાખીને ઉમા વિદ્યાલય ખાતે થયેલ બનાવ અંગે રજૂઆત કરવા પહોંચ્યું છે. બાળકના પિતા પગ રિક્ષા ચલાવી કામ ધંધો કરતો હોવાથી તેમના માટે પુત્રની સારવાર કરાવવી એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે

Tags :