ડુપ્લીકેટ ટોસિલિઝૂમેબ ઇન્જેકશન બનાવવાનું રાજયવ્યાપી કૌભાંડ પકડાયું
સુરતના રાંદેરમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર સોહેલ તાઇની ધરપકડઃ ઇન્જેકશન બનાવવાનું મશીન, રો-લિક્વીડ, પેકિંગ મટીરીયલ મળ્યા
કોરોના સારવારમાં ઉપયોગી ઇન્જેકશનની અછત વચ્ચે ગોરખધંધો
સુરત , તા. 18 જુલાઇ, 2020, શનિવાર
કોરોનાના
કેસોમાં રક્ષણ આપતુ ટોસીલીઝૂમેબ ઇન્જેકશન ને લઇને આજે સુરતના ફુડ એન્ડ ડ્રગ્સ
વિભાગે રાંદેરના સનસીટી એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને નકલી ટોસીલીઝૂમેબ ઇન્જેકશન
બનાવવાનું રાજયવ્યાપી કૌભાડ ઝડપી પાડીને રૃા.૮ લાખની કિંમતના મશીન, કાચા દ્વવ્યો, પેકીંગ મટીરીયલ્સ સહિત નો મુદ્દામાલ સાથે કોમ્પ્યુટર એન્જીનીયરની અટક કરી
હતી.
અમદાવાદમાં એક ખાનગી ડોકટરે પ્રિસ્ક્રાઇબ કરેલા ટોસીલીઝૂમેબ ઇન્જેકશન દર્દી પર ઉપયોગમાં લેવામાં આવ્યા પછી તેની ગુણવતા બાબતે શંકા જતા તબીબ ડૉ.દેવાંગ શાહ દ્વારા ફરિયાદ કરાઇ હતી. આ ફરિયાદ બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દર્દીના સંબંધીઓને આ ઇન્જેકશન ક્યાથી લાવ્યા હતા ? તે બાબતે તપાસ કરતા માં ફાર્મસી (સાબરમતી અમદાવાદ) ના સંચાલક આશિષ શાહ દ્વારા રૃા.૧.૩૫ લાખમાં રોકડેથી વગર બીલે મેળવ્યુ હતુ. આશિષ ને ત્યાં તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો ન હતો. પરંતુ આ ઇન્જેકશન હર્ષ ભરત ઠાકોર (ચાંદખેડા અમદાવાદ) પાસેથી વગર બિલે રૃા.૮૦,૦૦૦ માં ચાર બોકસ ખરીદયા હતા. જેમાંથી ત્રણ બોક્સ આશિષને આપ્યા હતા. અને એક બોકસનો નાશ કર્યો હતો. હર્ષની પુછપરછ કરતા આ ઇન્જેકશન હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસ (અમદાવાદ પાલડી) ના માલિક નીલેશ લાલીવાલા પાસેથી ખરીદ્યુ હતુ.
નીલેશ લાલીવાલાની પુછપરછમાં આ ઇન્જેકશન સુરતના રાંદેર રોડ પર રહેતા સોહેલ ઇસ્માઇલ તાઇ પાસેથી જરૃર પડયે મંગાવતો હોવાની કબુલાત કરી હતી. તેથી આજે સુરત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પટેલ સહિતની ટીમે રાંદેર ભાણકી સ્ટેડીયમ પાસે સનસીટી એપાર્ટમેન્ટમાં રહેતા સોહેલ તાઇના ત્યાં દરોડા પાડયા હતા. અને ડુપ્લીકેટ ટોસીલીઝૂમેબ ઇન્જેકશન બનાવતા રંગેહાથ ઝડપી પાડીને તેને ત્યાંથી ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીગ મશીન, બનાવટના કાચા દ્વવ્યો, પેકીગ મટીરીયલ્સ મીની મશીન મળી રૃા.8 લાખનો મુદ્દામાલ સાથે અટક કરી હતી.
સોહેલ છેલ્લા એક વર્ષથી ઘરમાં જ સ્ટીરોઇડના ઇન્જેકશન બનાવતો હતો
નકલી
ટોસીલીઝૂમેબ ઇન્જેકશન બનાવતા રંગેહાથ
ઝડપાયેલો કોમ્પ્યુટર એન્જીનિયર સોહેલ
છેલ્લા એક વર્ષથી પોતાના ઘરમાં જ સ્ટીરોઇડના ઇન્જેકશન બનાવીને વેચતો હતો.
પહેલા તે એક ફુડ સપ્લીમેટરીમાં નોકરી કરતો હતો. ત્યારબાદ નોકરી છોડયા બાદ જાતે જ
બનાવતો થયો હતો. હાલમાં ટોસીલીઝૂમેબ ઇન્જેકશનની માંગ વધતા તેના જેવા જ હુબહુ
ઇન્જેકશન બનાવીને વેચવાનું શરૃ કર્યુ હતુ. પરંતુ પકડાઇ ગયો છે.