આણંદની સિવિલ હોસ્પિટલમાં 10 બેડ સાથે ખાસ વોર્ડ તૈયાર કરાયો
- ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે સીઝફાયર
- એક સર્જન, ૩ ડોક્ટર અને સ્ટાફ નર્સને ગુજરાત બોર્ડર પર મોકલાયા, તાલુકા મથકોએ આઇસોલેશન વોર્ડ શર કરાયા
આણંદ જિલ્લામાં વહિટવટી તંત્ર દ્વારા તકેદારી અને આગોતરા આયોજનની તૈયારી શર કરી દેવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલે જણાવ્યુ કે, જિલ્લામાં ડોક્ટરોની ટીમો તૈયાર કરી દેવાઇ છે અને ખાનગી ડોક્ટરો સાથે સંકલન કરી દેવાયું છે. જિલ્લામાં છ જેટલી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તાલુકા મથકોએ આઇસોલેશન વોર્ડ પણ શર કરી દેવામાં આવ્યા છે.
રાજય સરકારના આદેશ મુજબ ગુજરા બોર્ડર પર મેડિકલ સારવાર માટે જિલ્લા જિલ્લામાંથી એક સર્જન, ત્રણ ડોક્ટર અને સ્ટાન નર્સને મોકલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં દવાનો સ્ટોક પણ જરરિયાત મુજબ ઉપલબ્ધ છે અને કોઇપણ સ્થિતિને પહોંચી વાળવા આરોગ્ય વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે. આણંદની સિવિલ હોસ્પિટલમાં ૧૦ બેડનો આઇસોલેશન વોર્ડ દૈયાર કરી દેવામાં આવ્યો છે.