Get The App

જામનગરમાં કારખાનામાંથી પીતળની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઈ

Updated: Oct 24th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં કારખાનામાંથી પીતળની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઈ 1 - image


                                                        Image Source: Freepik

ચોરી કરેલ પીતળ, કાર અને બાઈક સહિત કુલ રૂા. પ.૬૭નો મુદામાલ કબ્જે

જામનગર, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર 

જામનગરમાં ઉદ્યોગનગર શંકર ટેકરી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં તાજેતરમાં ચોરી થવા પામી હતી. જેમાં તસ્કરો પીત્તળનો તૈયાર માલ સહિતનો મુદામાલ ચોરી કરી ગયા હતા. જે અંગે કારખાનાના સંચાલક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દરમ્યાન સિટી સી. ડીવિઝનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે, શહેરના ખોડિયાર નગર તરફથી કનસુમરા પાટીયા તરફ ઈકો કારમાં આવી રહયા છે. જેથી પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં ઈકો કારને રોકી તેની તલાશી લેતા તેમાંથી કારખાનામાં ચોરી કરેલ પિતળનો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે મેહુલ ઉર્ફે બટૂક રાજેશ સાકરીયા (રહે. રાજકોટ), સુનિલ ઉર્ફે આરીયો ભાવેશભાઈ શિયાળ (રહે. રાજકોટ) નામના બે શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી રૂા. ૧,૧૭,પ૦૦નો મુદામાલ ચોરી કરેલ પીતળનો છોલ તેમજ તૈયાર માલ તેમજ ચાર લાખની ઈકો કાર અને પચાસ હજારની કિંમતનું બાઈક સહિત રૂા. પ.૬૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે આરોપીની વધુ પૂછપરછમાં આ ચોરીના બનાવમાં કુલદીપ કિરીટભાઈ પરમાર, અતુલ રમેશભાઈ ચુડાસમા અને રાજુ કાનાભાઈ સોલંકી (રહે. બધા રાજકોટ) ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Tags :