Get The App

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જાણ

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જાણ 1 - image

Amreli News : અમરેલીના જાફરાબાદનો એક માછીમાર યુવાન જસંવતભાઇ રામજીભાઇ બારૈયા દરિયામાં લાપતા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે શનિવારે દરિયામાં માછીમારી કરવા નીકળ્યા તે સમયે ખલાસી લાપતા હોવાનું જણાય છે. જે લગભગ જાફરાબાદથી આશરે 15 નોટિકલ માઈલ દૂર દરિયાની ઘટના છે. ખલાસી 'આનંદ સાગર' નામની બોટમાં માછીમારી કરવા જઈ રહ્યા હતા.

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દરિયામાં એક ખલાસી ગુમ

મળતી માહિતી મુજબ, જાફરાબાદથી 'આનંદ સાગર' નામની બોટમાં ખલાસી માછીમારી કરવા નીકળ્યા હતા. આ દરમિયાન એક ખલાસી ગુમ થયો હતો. ખલાસી ગુમ થતાં માછીમારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તમને જણાવી દઈએ કે, માછીમારી કરવા જતાં ખલાસીઓ ગુમ થતાં હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈને માછીમારોના પરિવારમાં હંમેશા ડર રહેતો હોય છે. 

આ પણ વાંચો: લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપકડ

દરિયામાં ખલાસી ગુમ થવાની ઘટનાને લઈને માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખે આ અંગે જાફરાબાદ મરીન પોલીસ અને પીપાવાવ કોસ્ટ ગાર્ડને જાણ કરી છે આ ઉપરાંત, દરિયામાં રહેલી અન્ય બોટને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે. 

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જાણ 2 - image