ત્રણ કરોડની કિંમતના દારૃના જથ્થા પર રોલર ફેરવી દેવાયું
મંજુસર, સાવલી, ડેસર અને ભાદરવા પો.સ્ટે.ની હદમાં ઝડપાયેલા દારૃનો નાશ કરાયો
વડોદરા, તા.22 જિલ્લામાં ચાર પોલીસ સ્ટેશનની હદમાં ઝડપી પાડવામાં આવેલ ત્રણ કરોડની કિંમતની દારૃની બોટલો પર આજે રોલર ફેરવી તેનો નાશ કરી દેવાયો હતો.
મંજુસર પોલીસ સ્ટેશનના ૨૧ ગુનામાં કુલ રૃા.૨.૨૨ કરોડનો દારૃ ઝડપાયો હતો જ્યારે સાવલીના ૨૨ ગુનામાં રૃા.૬૬ લાખ, ડેસરના ૫ ગુનામાં રૃા.૮.૭૨ લાખ અને ભાદરવાના ૧૧ ગુનામાં રૃા.૩.૮૮ લાખ કિંમતની દારૃની બોટલો પોલીસે કબજે કરી હતી. ચારેય પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા દારૃના આ જથ્થાના નાશ માટે કોર્ટ પાસેથી મંજૂરી મેળવવામાં આવી હતી.
દરમિયાન આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મંજુસર જીઆઇડીસીમાં આવેલ બાયોટેકની ખુલ્લી જગ્યામાં આશરે રૃા.૩ કરોડની કિંમતના દારૃના જથ્થા પર રોલર ફેરવી દેવાયું હતું. ૧૫૪૬૦૭ દારૃની બોટલો પર રોલર ફેરવતી વખતે અનેક લોકો એકઠા થઇ ગયા હતાં.