જામનગરમાં લાલ બંગલા સર્કલ જેવા ભરચક વિસ્તારમાંથી ધોળે દહાડે રીક્ષાની ચોરી
Jamnagar : જામનગરમાં લાલ બંગલા સર્કલ વિસ્તારમાં વીજ કચેરીની નજીક પાર્ક કરવામાં આવેલી એક રીક્ષા ધોળે દહાડે કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં કામેશ્વર નગર નજીક દ્વારકેશ પાર્કમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા હિરેન મહેશભાઈ ભટ્ટ નામના શિક્ષાચાલક યુવાને પોતાની રૂપિયા 90,000 ની કિંમતની જી.જે.10 ટી.ડબલ્યુ.1273 નંબરની રીક્ષા લાલ બંગલા સર્કલમાં 1 તારીખે બપોરે 3.00 વાગ્યાના અરસામાં પીજીવીસીએલની કચેરી પાસે પાર્ક કરી હતી ત્યાંથી કોઈ તસ્કરો શિક્ષાની ઉઠાંતરી કરી ગયા હોવાની ફરિયાદ સિટી બી. ડીવિઝન પોલીસમાં નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી ઉપરોક્ત વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે.