Get The App

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકે સોલાર પેનલ ફીટ કરાવવા માટેના રૂપિયા બે લાખ ચુકવ્યા બાદ બે વ્યક્તિએ ઠેંગો બતાવ્યો: ઠગાઈની ફરિયાદ

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકે સોલાર પેનલ ફીટ કરાવવા માટેના રૂપિયા બે લાખ ચુકવ્યા બાદ બે વ્યક્તિએ ઠેંગો બતાવ્યો: ઠગાઈની ફરિયાદ 1 - image

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકને પોતાના ઘેર સોલાર પેનલ લગાવવાના મામલે ધોખો થયો છે. એક ખાનગી પેઢીના સંચાલક અને તેના કર્મચારીએ સોલાર પેનલ ફીટ કરાવવા માટે 2,18,000ની રકમ મેળવી લીધા બાદ લાંબા સમયથી સોલાર પેનલ ફીટ નહીં કરી, છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા અમિતભાઈ ગોગનભાઈ ચુડાસમા નામના 32 વર્ષના રાવળદેવ યુવાને સોલાર પેનલ ફીટ કરવાના મામલે પોતાની સાથે છેતરપિંડી કરવા અંગે જામનગરની ઇન્ટીફાઇ સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરા તેમજ તેના કર્મચારી રાહુલભાઈએ પોતાની પાસેથી રૂપિયા 2,18,000ની રોકડ રકમ મેળવી લીધા બાદ સોલાર પેનલ લાંબા સમય સુધી ફીટ કરી નહીં આપી, તેમજ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીનો સંપર્ક થયો હતો, જેના આધારે પોતાના ઘરમા સોલાર પેનલ લગાવવા માટે વાતચીત થયા પછી ખાનગી પેઢીના કર્મચારી રાહુલભાઈ તેના ઘેર આવીને રકમ લઈ ગયા હતા અને ૧૨૩ દિવસમાં સોલાર પેનલ ફીટ થઈ જશે, તેવો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ પણ લાંબો સમય વીતી જવા છતાં સોલાર પેનલ ફીટ કરી ન હતી.

અને ત્યાં સુધી પોતાના ઘેર સોલાર લગાવશે નહીં, ત્યાં સુધી તેના ઘરનું લાઈટ બિલ ખાનગી પેઢી ભોગવશે તેવું પ્રલોભન આપ્યું હતું. પરંતુ તે રકમ અથવા તો સોલાર પેનલ ફીટ કરી ન હતી, અને પહેલા ની મૂળ રકમ પણ પરત નહીં કરતાં આખરે પોતાની સાથે છેતરપીડી થઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.