Gujarat

જામનગરમાં રિક્ષા ચાલકને દૂધ આપવા જતી વેળાએ ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ

By GS TEAM
5 Aug 20251 min read
TukuTouch Logo
જામનગરના ધરાનગર વિસ્તારમાં આજે સવારે એક કરુણ બનાવ બન્યો છે. દૂધ આપવા જઈ રહેલા એક રિક્ષા ચાલકને અચાનક ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રિક્ષા ચાલકને દૂધ આપવા જતી વેળાએ ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ

Jamnagar Cardiac Arrest : જામનગરના ધરાનગર વિસ્તારમાં આજે સવારે એક કરુણ બનાવ બન્યો છે. દૂધ આપવા જઈ રહેલા એક રિક્ષા ચાલકને અચાનક ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.

 જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ નામના 50 વર્ષથી આઘેડ કે જેઓ રીક્ષા છકડામાં દૂધ આપવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓને ચાલુ રિક્ષામાં એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, અને ચાલુ રીક્ષામાંથી નીચે પટકાઈ પડ્યા હતા, અને રિક્ષાછકડો પણ આગળ જઈને થંભી ગયો હતો.

 દરમિયાન તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, અને આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, ત્યારબાદ પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઇસ્માઈલભાઈના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.