આજે પશ્ચિમરેલવે અનેસાંસદોની સમીક્ષા બેઠક યોજાશે

પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે તા.૨૧ નવેમ્બરે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા અમદાવાદ અને વડોદરા વિભાગના ક્ષેત્રાધિકાર હેઠળના સાંસદો ઉપસ્થિત રહેશે. પ્રગતિ હેઠળના વિકાસ કાર્ય, નવી પ્રવાસી સુવિધાઓ, યોજનાઓ અંગે સમીક્ષા સાથે નવી રેલ લાઈનો, નવી ટ્રેન સેવાઓ, વિકસિત સ્ટેશનોની પ્રગતિ વિપેચર્ચા થશે. ટ્રેનોનું રોકાલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત જરૂરિયાતો સહિતના સૂચનો મેળવાશે. બેઠકમાં ૯સાંસદો ઉપસ્થિત રહેશે. અમદાવાદના ડીઆરએમ વેદપ્રકાશ તથા વડોદરાના ડીઆરએમ રાજુ ભડકે ઉપસ્થિત રહેશે.

