સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ
સાયલાની
જીનિયસ પબ્લિક સ્કૂલમાં શ્રાવણ મહિનાનાં પવિત્ર સોમવારનાં દિવસે બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ
બનાવવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા ભગવાન શિવની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં
આવી તેમજ બાળકોને શ્રાવણ માસનું મહત્વ સમજાવવામાં આવ્યું અને આ બરફની બનાવેલ શિવલિંગના
દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ લાભ લીધો હતો સમગ્ર શાળા પરિવાર શિવમય બની
ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.