Gujarat

કાર રૃા. ૬૦,૦૦૦ના ભાડે લઇને રાજસ્થાનના બુટલેગરો પાસે ગિરવે મૂકી

By GS TEAM
20 Jun 20252 mins read
કાર રૃા. ૬૦,૦૦૦ના ભાડે લઇને રાજસ્થાનના બુટલેગરો પાસે ગિરવે મૂકી

અમદાવાદ, શુક્રવાર

રામોલમાં વેપારીએ જમીન દલાલ મિત્રને કાર મહિના માટે રૃા. ૬૦ હજારના ભાડેથી આપી હતી. જો કે મિત્રએ બકાર રાજસ્થાનના બુટલેગરો પાસે ગિરવે મૂકી હતી. નારોલ પોલીસ સ્ટેશન કાર લઇને આવ્યા બાદ વેપારી કાર લઇને જતા હતા આ સમયે પ્રેસ લખેલી કારમાં આવેલા શખ્સોએ કારની ચાવી માંગીને કારમાંથી સર સામાન લેવાનો હોવાનું કહીને કાર લઇને જતા રહ્યા હતા. જો કે પીછો કરતા કાર ડભોડા પાસેથી મળી આવી હતી. આ બનાવ  અંગે રામોલ પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીએ પીછો કરતા ડભોડા પાસેથી કાર મળી, રામોલ પોલીસે જમીન દલાલ સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નિકોલમાં રહેતા અને  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં જમીન લે-વેચનો વ્યવસાય કરતા મિત્ર સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની  સ્કોર્પીયો કાર મહિના પહેલા જમીન દલાલ મિત્રને એક મહિના માટે માસિક રૃા. ૬૦ હજારના ભાડે આપી હતી. ત્યારે ૧૫ દિવસ પહેલા કાર લઇને બગોદરા ગયા ત્યાં રસ્તામાં પોલીસે કાર રોકી હતી અને ડોક્યુમેન્ટ માંગતા ફરિયાદીએ આરસીબુક સહિત પુરાવા વોટ્સએપ કર્યા હતા. જો કે એક મહિનો પુરો થવા આવતા ફરિયાદીએ આરોપી પાસે કાર પરત માંગતા તેને બે-ત્રણ દિવસમાં આપવાનું જણાવ્યુ હતુ. બાદમાં આરોપીએ કહ્યુ કે તમારી કાર તેમનો માણસ લઇને જતો હતો ત્યાં રામોલ પાસે ફાઇનાન્સ કંપનીના કર્મીઓએ કાર રોકીને ડ્રાઇવરને ઉતારીને કાર લઇને જતા રહ્યા હતા. 

જેથી ફરિયાદીએ જીપીએસ ટ્રેકરના આધારે પીછો કર્યો કરતા ડભોડા રોડ પર પાર્ક થયેલ હતી. બાદમાં કારમાં તપાસ કરતા કોઇ ન હતુ. ત્યારે બે શખ્સોને અમીતભાઇએ પકડી પાડયા હતા. બાદમાં બંને શખ્સોને રામોલ પોલીસ સ્ટેશન લઇને આવતા રાજસ્થાનના બુટલેરોએ કહ્યુ કે આરોપીએ રૃા. ૪.૫૦ લાખમાં કાર વેચાણથી દારૃના ધંધા માટેના ઉપયોગમાં આપી હતી મામલો થાળે પાડીને ફરિયાદી કાર લઇને જતા હતા  ત્યારે પ્રેસ લખેલી એક કારમાંથી ત્રણ શખ્સોએ આવીને  કારમાંથી સર સામાન રહી ગયો કહીને ચાવી માંગીને કાર લઇને જતા રહ્યા હતા. જો કે  કારનો પીછો કરતા ડભોડા પાસેથી કાર મળી આવી હતી.