Gujarat

વડોદરામાં પોણો ઇંચ વરસાદ : પાદરામાં સૌથી વધુ સવા ઇંચ, ડેસર તાલુકો કોરો કટ

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેર-જિલ્લામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પોણો ઇંચ વરસાદ : પાદરામાં સૌથી વધુ સવા ઇંચ, ડેસર તાલુકો કોરો કટ

Vadodara Rain Update : વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેર-જિલ્લામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થઈ છે ત્યારે પાદરા તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

ઉલ્લેખનીય છે કે તા.15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી એક પણ દિવસ વરસાદ પડ્યા વિના કોરો રહ્યો નથી. દરમિયાન છેલ્લા 24 કલાકમાં વડોદરામાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ડેસર તાલુકો કોરો કટ રહ્યો છે. સાવલી તાલુકામાં માત્ર અમીછાંટણા થતા રોડ રસ્તા ભીના થયા હતા. એવી હાલત કાંઈક વાઘોડિયા તાલુકાની છે જ્યારે ડભોઇ તાલુકામાં એક ઇંચથી વધુ અને પાદરામાં દોઢ ઈંચ જેટલો વરસાદ દિવસ દરમિયાન પડ્યો હતો. જોકે કરજણમાં અડધા ઇંચ જેટલો અને શીનોરમાં માત્ર પા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

જો કે શહેર-જિલ્લામાં હજી પાંચમા દિવસે પણ મેઘો મન મૂકીને મહેર કરતો નથી. પરિણામે વાતાવરણમાં ઉકાળાટ યથાવત છે. આજે પણ વડોદરામાં સવારથી જ વાદળીયું વાતાવરણ રહેતા બફારો પણ રહેતા ગમે ત્યારે વરસાદ ત્રાટકવાની સંભાવના છે.